કાંકરેજ તાલુકાના તેરવાડામાં એક 60 વર્ષિય વૃધ્ધા ભૂલી પડી હતી. જ્યાં પહોચેલી બનાસકાંઠા 181 અભયમની ટીમે સરનામું પુછતાં તેણે કર્ણાટકના હૂગલી શહેરનું કહ્યું હતુ. જ્યાંથી તેણીને આશ્રયસ્થાનમાં મુકવામાં આવી હતી.
કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે સોમવારે મોડીરાત્રે મળી આવેલી વૃધ્ધાને આશ્રયસ્થાને મુકવામાં આવી હતી. આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, સેવાભાવી વ્યકિતનો કોલ આવ્યો હતો કે, તેરવાડા ગામે એક વૃધ્ધા એકલી-અટુલી છે. આથી મહિલા પોલીસ શિલ્પાબેન સાથે ત્યાં ગયા હતા.
જ્યાં 60 વર્ષિય વૃધ્ધાની પુછપરછ કરતાં તેણે અંગ્રજી તેમજ કન્નડ ભાષામાં સરનામું લખ્યું હતુ. જેમાં પોતાનું નામ કુંમારી લખ્યું હતુ. તેમજ સરનામામાં હૂગલી સ્પેલીંગ વંચાતો હોઇ તેણી કર્ણાટકના હુગલી શહેરની હોવાનું જણાઇ આવ્યું હતુ.
જોકે, તેના પરિવારજનોનો કોઇ સંપર્ક નંબર કે સરનામું ન મળતાં પાલનપુર લાવી આશ્રયસ્થાનમાં મુક્યા હતા. આ અંગે જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, વૃધ્ધા સાથે વાતચિત કરતાં તેઓ સુખી ઘરના અને સંસ્કારી છે. જોકે, માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે ઘરેથી નીકળી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
From – Banaskantha Update