થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી પોલીસે ટ્રકમાંથી દારૂના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા : 1 શખ્સ ફરાર

- Advertisement -
Share

ચોખાના કટ્ટાઓની આડમાં ગુજરાતમાં ઘુસાડાતો દારૂનો જથ્થો ઝડપાયો

થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી મંગળવારે પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડયો હતો. જયારે ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરાઇ છે.
જયારે દારૂ મંગાવનાર શખ્સ સામે ગુનો નોંધી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ અંગે થરાદ પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ગાંધી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોટા પ્રમાણમાં દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

જયારે ગુજરાતનો બનાસકાંઠા જીલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બુટલેગરો દ્વારા હેરાફેરી કરવામાં આવે છે.

 

જયારે બનાસકાંઠા પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે થરાદની ખોડા ચેકપોસ્ટ પર મંગળવારે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી.

 

તે દરમિયાન એક ટ્રક નં. GJ-04-X-5741 માં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ભરી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો.

 

જેથી પોલીસે ટ્રકને ઝડપી પાડી ટ્રકમાં ભરેલ દારૂની 2040 બોટલ અને ટ્રક સહીત રૂ. 32.21 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.
આ અંગે થરાદ પોલીસ મથકે ટ્રક ચાલક પીન્કુ પન્નુ, ક્લીનર સુમિત પન્નુ અને દારૂ મંગાવનાર ધર્મેન્દ્ર જાટ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!