બનાસકાંઠામાં અવિરત મેઘ મહેર : ભારે વરસાદની આગાહીને લઇ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા કલેકટરનો આદેશ

- Advertisement -
Share

જીલ્લામાં તા. 10 જુલાઇ સુધી અતિભારે વરસાદની આગાહી

 

હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠામાં મેઘરાજાએ રોકાણ કર્યું છે. છેલ્લા 2-3 દિવસથી અવિરત મેઘ મહેર થતાં ખેડૂતોને આશા બંધાણી છે.

અત્યાર સુધી જીલ્લામાં એવરેજ 20.35 ટકા વરસાદ નોંધાયો છે. જેને લઇ ખેડૂતો ચોમાસુ વાવેતર કરવાનું શરૂ કર્યું છે.

ગયા વર્ષમાં વરસાદ નહીવત પડતાં મોટાભાગના તળાવો અને ડેમોમાં પાણી સૂકાવાના કારણે કૂવાઓ અને બોરોમાં પાણી સૂકાઇ ગયા હતા.

જેને કારણે ખેડૂતોના તૈયાર પાકો સૂકાયા હતા. જો કે, આ વર્ષે સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઇએ તો કાંકરેજમાં 08 MM, થરાદમાં 03 MM, દાંતામાં 09 MM, દાંતીવાડામાં 07 MM, દિયોદરમાં 05 MM, ધાનેરામાં 01 MM, પાલનપુરમાં 04 MM, ભાભરમાં 01 MM, લાખણીમાં 05 MM અને વડગામમાં 03 MM વરસાદ નોંધાયો છે.

 

આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં આજથી તા. 10 જુલાઇ સુધી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા પ્રાંત અધિકારી લાઇઝન અધિકારી સંકલન અધિકારી મામલતદાર ઓફીસરો,
નગરપાલિકાના તાલુકા વિકાસ અધિકારી આ તમામને પરવાનગી સિવાય હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને વરસાદની પરિસ્થિતિને લઇને મોનીટરીંગ કરવાનું રહેશે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!