ડીસામાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ચેમ્બરમાં એક બાળકી પડી જતાં ચકચાર : બાળકીનો આબાદ બચાવ

- Advertisement -
Share

સમગ્ર બનાસકાંઠામાં ભૂગર્ભ ગટરના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસામાં પણ કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકાની બેદરકારીના લીધે ઠેરઠેર ભૂગર્ભ ગટરના ચેમ્બર ટુટ્યા ફુટયા અને ખુલ્લા જોવા મળી રહયા છે જેના લીધે ગઇકાલે રાત્રીના સમયે ડીસામાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરના બનાવેલ ચેમ્બરના ખુલ્લા ઢાકણાઓના લીધે એક સાતએક વર્ષની બાળકી અંદર પડી ગઈ હતી જોકે આ બાળકીનો આબાદ બચાવ થયો હતો.

 

 

જ્યારે વાત કરીએ લક્ષ્મીનારાયણ વિસ્તાર જે વોર્ડ નંબર 5માં આવેલ છે અને આ વોર્ડ ડીસાના પૂર્વ પ્રમુખનો હોવાથી ભાજપ શાસિત બોડી હતી તો પણ આ વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી રોડનું કામ જે તે સ્થિતિમાં પડ્યું છે જેથી છેલ્લા બે મહિનાથી આ વિસ્તારમાં બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહયા છે અને જાણે મોતનો કુવો હોય તેવું દેખાઈ રહ્યું છે

 

 

થોડા સમય અગાઉ સ્થાનિક લોકોએ આ રોડની કામગીરી બાબતે ડીસા નગરપાલિકમા ચીફ ઓફિસરના ચેમ્બરમાં મહિલાઓ સાથે આવીને રજૂઆત કરી હતી જ્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ તેમની વિસ્તારની મુલાકાત લીધી હતી અને બાહેધરી આપી હતી કે આ રોડની કામગીરી ટુંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે પરંતુ આ વાતને બે મહિના થઇ ગયા છે છતાં પણ હજુ સુધી આ રોડની કામગીરી અને ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી નથી જેના લીધે આ વિસ્તારના ખુલ્લા ચેમ્બરમાં એક બાળકી પડી જવાની ઘટના બનવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે તંત્ર દ્રારા સત્વરે આ વિસ્તારના રોડનું કામકાજ તેમજ ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવે તે અત્યંત જરુરી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!