તીડના આતંકથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે ગયેલ સાંસદ પરબત પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ વચ્ચે બોલાચાલી.

- Advertisement -
Share

બનાસકાંઠામાં તીડના તાંડવની અસર સ્થાનિક નેતાઓની અભિવ્યક્તિમાં પ્રદર્શિત થઇ છે. થરાદ તાલુકાના ગામે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ વચ્ચે અચાનક મુલાકાત થઇ ગઇ હતી. ગામ નજીકથી પસાર થતા દરમ્યાન યુવા અને વયસ્ક નેતા વચ્ચે રકઝક થયાનો વિડીયો સામે આવ્યો છે.

તીડની ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુલાબસિંહે આક્રમકતા બતાવી હતી. તો સામે પરબત પટેલે સરકાર દ્રારા કાર્યવાહી થઇ રહી હોવાની દલીલ કરતા ઘડીભર ગરમાવો આવી ગયો હતો.

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના તખુવા ગામે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ પરબત પટેલ વચ્ચે ભેટો થઇ ગયો હતો. આ દરમ્યાન સમર્થકો સાથે તીડના આતંકનો મુદ્દો સામે આવતા ખેડુત પડખે ઉભા રહેવાની વાત નીકળી હતી. જેમાં ગુલાબસિંહે તીડની સમસ્યા સામે સરકારની કાર્યવાહી સામે સવાલો ઉભા કરી સાંસદ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆત કરવા આગેવાની લેવાની સલાહ આપી પોતે પણ ભેગા જોડાશે તેવી તૈયારી બતાવી હતી.

આ તરફ બનાસકાંઠા સાંસદ પરબત પટેલે તીડ સામે સરકારનો પક્ષ મુકી વળતો પ્રતિભાવ આપ્યો હતો. જેમાં બંને વચ્ચે રકઝક અને ઉગ્ર દલીલનો વિડીયો દર્શકોએ ઉતારી લીધો હતો. ખેડુતોને તીડના આતંકથી બચાવવા સત્તાપક્ષ અને વિપક્ષે ઝડપથી યોગ્ય ગતિવિધિ કરવા કે કરાવવાને બદલે દલીલો કરી હતી. જેને લઇ ખેડુતોમાં તીડ સામે જાતે લડવાની નોબત ઉભી થઇ હોવાનુ સામે આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 15 દિવસથી તીડનો તોડ મળતો ન હોવાથી નેતાઓ ફિલ્ડ વિઝીટમાં નીકળ્યા છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!