ડીસાના ગામોમાં ગેરકાયદેસર રેતી ભરીને ચાલતાં ટ્રકો સામે કડક કાર્યવાહી ગ્રામજનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

જો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ ટ્રકોને રોકવામાં નહીં આવે તો ન છૂટકે ગ્રામજનોએ આત્મવિલોપન કરવું પડશે

 

ડીસા તાલુકામાં આવેલી બનાસ નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને ચાલતાં ટ્રકો સામે કડક કાર્યવાહી કરવા તાલેપુરા, ધાનપુરા, થેરવાડા, ઘાડા, આગડોલ, કોઠા મેડા અને સોડાપુરા ગામના લોકોએ ગુરૂવારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ડીસા તાલુકાના તાલેપુરા, ધાનપુરા, થેરવાડા, ઘાડા, આગડોલ, કોઠા મેડા અને સોડાપુરા ગામના સ્થાનિક લોકોએ ગુરૂવારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી કે, ડીસાની બનાસ નદીમાં ભડથ મુકામે લીઝ આપવામાં આવેલી છે પરંતુ ભડથ પંચાયત તેની રોયલ્ટી લે છે.

 

પણ બનાસ નદીમાંથી જે ગાડીઓ સીધી ભરીને જાય છે. તે અલગ રોડ પરથી જાય છે. જે ગાડીઓ ગામમાંથી નીકળીને બેફામ રીતે અવર-જવર કરતી હોય છે.

 

જેના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા છે. ત્યારે બીજી તરફ ગામમાં સરકારી પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે.

 

જેના કારણે આ રસ્તા ઉપરથી રોજેરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અવર-જવર કરતાં હોય છે. ત્યારે આવા સમયે ટ્રક ચાલકો બેફામ રીતે ટ્રક ચલાવતા હોય છે.

 

ત્યારે આવા સમયે જો કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલાં આવા ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી હતી.

 

અને જો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ ટ્રકોને રોકવામાં નહીં આવે તો ન છૂટકે ગ્રામજનોએ આત્મવિલોપન કરવું પડશે અને તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.

 

આ બાબતે ગ્રામજનો દ્વારા તમામ લાગતા-વળગતા અધિકારીઓને આવેદનપત્ર આપી તાત્કાલીક નિરાકરણ માટે માંગ કરી હતી.
પરંતુ હજુ સુધી કોઇ જ માંગ પૂરી ન કરવામાં આવતાં ગુરૂવારે જીલ્લા કલેકટર આનંદ પટેલને ગ્રામજનો દ્ધારા રજૂઆત કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!