10 દિવસમાં વેરો નહીં ભરાય તો સુવિધાઓ અટકાવી દેવાશે
પાલનપુર તાલુકાના ગામોના બાકી જમીન મહેસૂલ કેળવણી શેષ અને વ્યવસાય વેરો ગ્રામ પંચાયતમાં ભરી દેવા ટી.ડી.ઓ. દ્વારા સુચના અપાઇ છે.
પાલનપુર તાલુકાના ગામોના નાગરીકોનો જમીન મહેસૂલ કેળવણી શેષ અને વેપારીઓનો વ્યવસાય વેરો ઘણા લાંબા સમયથી ભરવામાં આવેલો નથી.
ગ્રામ પંચાયત પાસેથી પાણી, સફાઇ, સ્ટ્રીટલાઇટની સુવિધાઓ અને કોમર્શિયલ પાણીના કનેકશન વગેરે સુવિધાઓ મેળવવી તે નાગરીકોનો અધિકાર છે.
પરંતુ સાથે સાથે પંચાયતનો વેરો સમયસર ભરી દેવો તે નાગરીકની નૈતિક ફરજ પણ છે. જેને લઇ પાલનપુર તાલુકા વિકાસ અધિકારીએ પાલનપુર તાલુકાના ગામોને બાકી જમીન મહેસુલ કેળવણી શેષ અને વ્યવસાય વેરો ભરવા વિનંતી કરી છે.
પાલનપુર તાલુકાના ગામોની જાહેર જનતાને બાકી જમીન મહેસૂલ કેળવણી શેષ અને વ્યવસાય વેરો તાત્કાલીક તમારી ગ્રામ પંચાયતમાં ભરવા વિનંતી કરી છે. જેમાં તા. 31 જુલાઇ મહેસૂલી વર્ષ પૂર્ણ થવાને આરે છે.
જેથી નાગરીકો દ્વારા વેરો 10 દિવસમાં ભરવામાં નહી આવે તો જમીન મહેસૂલ વહીવટની ગ્રામ પંચાયત દ્વારા અપાતી સુવિધાઓ અટકાવી રેવન્યુ રાહે વસૂલાત કરવાની ફરજ પડશે જેની સ્પષ્ટ નોંધ લેવા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
From-Banaskantha update