ડીસામાં રહીશોએ વિવિધ પ્રશ્નોને લઇ નગરપાલિકાના ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

સ્થાનિક લોકો લાઇટ, ગટર લાઇન, વરસાદી પાણી અને પીવાના પાણીની સમસ્યાને લઇ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

 

ડીસામાં આવેલ મધુવન સોસાયટીના સ્થાનિક લોકો છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન, વરસાદી પાણી અને પીવાના પાણીને લઇ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ત્યારે આ બાબતે તાત્કાલીક સમસ્યાના નિકાલ માટે ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસરને રજૂઆત કરાઇ હતી.

ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે. ત્યારથી ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે.

ખાસ કરીને ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા નગરપાલિકાનું સુકાન સંભાળતાની સાથે જ ડીસાના તમામ વિસ્તારોમાં વિકાસને વેગ આપ્યો છે.

પરંતુ આજે પણ ડીસાના એવા અનેક વિસ્તારો છે કે, જ્યાં સ્થાનિક લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આમ તો દરેક શહેરનો વિકાસ તેના શહેરમાં થયેલા કામોને આધારીત હોય છે.

 

ત્યારે ડીસામાં આજે પણ ક્યાંકને ક્યાંક સ્થાનિક લોકો લાઇટ, ગટર લાઇન, વરસાદી પાણી અને પીવાના પાણીની સમસ્યાને લઇ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

 

જયારે ડીસાના મધુવન સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન, વરસાદી પાણી અને પીવાના પાણીના પ્રશ્નને લઇ ડીસા નગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતા.

 

જ્યાં ડીસાના ચીફ ઓફીસરને તાત્કાલીક આ વિસ્તારની સમસ્યાના નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી. ખાસ કરીને મધુવન સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ લાવવા છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના સ્થાનિક લોકો ઉચ્ચકક્ષાએ સુધી ફરિયાદો કરી છે.

 

ત્યારે બીજી તરફ હાલમાં રાત્રિના સમયે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો ન હોવાના કારણે અંધારપટ છવાયેલો જોવા મળે છે.

 

જેના કારણે આ વિસ્તારમાં રાત્રિના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ ભર્યું બની ગયું છે. હાલમાં આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો પણ સૌથી મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે.
ત્યારે આ તમામ બાબતોને ધ્યાને લઇ સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકા ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલીક આ સમસ્યાનો નિકાલ આવે તે માટે રજૂઆત કરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!