ડીસાના આખોલ ચોકડી નજીક ધાનેરાના શાળાના આચાર્યને મૂઢ મારમારી 4 શખ્સોએ લૂંટ ચલાવતાં ચકચાર

- Advertisement -
Share

ડીસાથી ધાનેરા કારમાં જતી વખતે અજાણ્યા શખ્સોએ રોકડ, દાગીના સહીત રૂ. 2 લાખની લૂંટ કરી ફરાર

 

ધાનેરા તાલુકાના જાડી પ્રાથમિક શાળાના આચાર્ય પોતાના વતન ગયા બાદ પરત ધાનેરા તરફ જવા નીકળ્યા હતા અને ડીસાના ગાયત્રી મંદિર નજીક ઉભેલી પ્રાઇવેટ કારમાં બેઠા હતા.

 

અને કારમાં સવાર શખ્સોએ ડીસાના આખોલ સર્કલ નજીક આવેલી ઝોરબા હોટલ નજીક કાર ઉભી રાખી તેમને માર મારી તેમની પાસેથી રોકડ, મોબાઇલ, એ.ટી.એમ. કાર્ડ સહીત રૂ. 2,00,000 ની લૂંટ કરી કારમાંથી ઉતારી ફરાર થઇ ગયા હતા.
આ અંગે આચાર્યે અજાણ્યા શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના જાડી (2) પ્રાથમિક શાળા આચાર્ય તરીકે ફરજ બજાવતા ચંદ્રકાન્ત ડી. સુતરીયા ગત તા. 30/06/2022 ને ગુરૂવારના દિને સાંજે પોતાના વતન ઇડરથી પરત ધાનેરા આવવા નીકળ્યા હતા.

 

અને ડીસાના ગાયત્રી મંદિર નજીક વાહનની રાહ જોઇ ઉભા હતા. તે સમયે રાત્રિના 9 વાગ્યાના સુમારે એક ત્યાં ઉભેલી આઇ-20 કાર સાંચોર જતી હોવાથી ચંદ્રકાન્તભાઇ તેમાં બેઠા હતા.

 

અને તે કારના અન્ય ચારેક શખ્સો પણ બેઠેલા હતા અને કાર રવાના થઇ હતી અને આ કાર ચાલકે એકાએક ડીસાના આખોલ ચોકડી આગળ આવેલી ઝોરબા હોટલ નજીક કાર ઉભી રાખી હતી.

 

અને કારની પાછળની સીટમાં બેઠેલા શખ્સોએ એકા એક ચંદ્રકાન્તભાઇને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા.

 

જયારે તેમના હાથ સેલો ટેપથી બાંધી દીધા હતા અને ધમકી આપી તેમના ખીસ્સામાંથી રોકડા રૂ. 7,000, મોબાઇલ, બેંક બરોડાની ચેક બુક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક અને એસ.બી.આઇ. ના એ.ટી.એમ. કાર્ડ, સોનાની ચેન અને ઘડીયાળ લઇ લીધી હતી.

 

અને તેમને ધમકાવી માર મારી તેમની પાસેથી તમામ એ.ટી.એમ. ના પાસવર્ડ જાણી તેમાંથી રૂ. 1,42,000 પણ ઉપાડી લીધા હતા.

 

જયારે કુલ રૂ. 2,00,000 ની લૂંટ કરી હતી અને બાદમાં આ શખ્સોએ તેમને આંખે પાટા બાંધીને તેમને રાત્રિના 9 વાગ્યાથી અઢી વાગ્યા સુધી ગાડીમાં ગોંધી રાખ્યા હતા.

 

અને મૂઢ માર મારી મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે ડીસા-પાલનપુર હાઇવે ઉપર ચંડીસર નજીક ઉતારી દઇ કાર લઇ ફરાર થઇ ગયા હતા.

 

આ ઘટનાને પગલે ચંદ્રકાન્તભાઇએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેમની ફરિયાદના આધારે અજાણ્યા 4 શખ્સો સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!