દિયોદરના ખેડૂતોએ મીટર પ્રથા નાબૂદ કરવા કૃષિ મંત્રીને રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી

- Advertisement -
Share

દિયોદર તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ કિસાન સંઘના નેજા હેઠળ દિયોદર વિધુત બોર્ડ કચેરી ખાતે મીટર પ્રથા નાબૂદ કરવા કૃષિ મંત્રી અને જવાબદાર તંત્રને રજૂઆત કરી છે. ખેડૂત દ્વારા રજૂઆત કરી માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

 

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી લઈ અનેક પ્રકારની સમસ્યાઓ ભોગવી રહ્યા છે. જેમાં આજે દિયોદર તાલુકાના ખેડૂતો જીઇબી કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇ કિસાન સંઘના નેજા હેઠળ રજૂઆત કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મીટર હોવાના કારણે ખેડૂતોને પોસાતું નથી. જેથી બીલ મોટા પ્રમાણમાં આવતું હોય છે. ખેડૂતોની માંગ છે કે, બીજા ખેડૂતોને ઉધડ મીટરની જેમ તેમને પણ ઉધડ મીટર લગાડવામાં આવે એવી રજૂઆત કરી ઝુંબેશ હાથ ધરી હતી.

આ અંગે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, આજે બધા ખેડૂતો દિયોદર તાલુકાના એકઠા થયા છે. બધાને મીટર છે તે ખેડૂત મીટર ખેડૂતોને પોસાતું નથી. બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં જેની ભૂગર્ભ જળ ખુબ ઊંડા ગયા છે. એટલે મહિનાની અંદર ખેડૂતોને 9થી 10 હજાર જેટલું બીલ આવે છે. એટલે ખેડૂતોનું કહેવું છે બધાને જેમ ઊધડ છે એવા અમારે પણ ઉધડ મીટર થવા જોઈએ. ખેડૂતોને બનાસકાંઠામાં 96 હાજર મીટરો છે એ હટાવવાની અમારી કિસાન સંઘ ઝુંબેશ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!