ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી વન ડે મેચમાં જોવા મળ્યો ગજબનો સંયોગ, એક જ મેચમાં રમ્યા 4 ભાઈ

- Advertisement -
Share

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પુણેમાં પ્રથમ વનડે દરમિયાન ટીમ ઇન્ડિયાએ ભવ્ય જીત મેળવી છે. ઇંગ્લેન્ડને 66 રનની કારમી હાર મળી છે. આ સાથે જ વિરાટ કોહલીની સેનાએ આ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

પ્રથમ વનડે દરમિયાન ટીમ ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની ટીમમાં કંઈક એવું જોવા મળ્યું જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ જ દુર્લભ છે. બંને ટીમમાં 2-2 ભાઈઓ રમી રહ્યા હતા, આ એક સંયોગ છે જે કાયમ માટે યાદગાર બની ગયો.

ટીમ ઈન્ડિયા વતી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મેદાનમાં ઉતર્યા હતા. આ બંનેમાં ક્રુણાલ વયમાં મોટો છે, પરંતુ હાર્દિકે ક્રુણાલ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

 

 

ઇંગ્લેન્ડ તરફથી સેમ કરન અને ટોમ કરન પ્રથમ વનડેમાં સામેલ થયા હતા. ટોમ આ બંનેમાં મોટો છે. ટોમે વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે સેમે ઈંગ્લેન્ડની ટીમમાં 2018માં ડેબ્યુ કર્યું હતુ.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!