ડીસામાં આપના કાર્યકર્તાની મફત વીજળી સસ્તી વીજળીની માંગ સાથેની મસાલ રેલીમાં થઈ અટકાયત

- Advertisement -
Share

ડીસામાં આપ દ્વારા ગુજરાતમાં મફત વીજળી સસ્તી વીજળી ની માંગ સાથે આજે ડીસા ના સાંઈબાબા સર્કલ પાસેથી ગાંધીજીના બાવલા સુધી મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ આપ દ્વારા સાંઈબાબા સર્કલ પાસેથી મસાલ રેલી યોજે તે પહેલાં પોલીસ દ્વારા આપ ના કાર્યકર્તા ની અટકાયત કરવામાં આવી હતી..

 

આગામી સમય માં વિધાનસભા ની ચૂંટણી યોજાવા જઈ રહી છે.તેને લઈને તમામ પાર્ટી દ્વારા પોતાની પાર્ટી મોટી મહુમતી સાથે વિજેતા થાય તેને લઈને તમામ પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે.ત્યારે આપ પાર્ટી દ્વારા પણ ગુજરાતમાં પોતાની જીત હાસિલ કરવા તડામાર તૈયારી કરી રહી છે. ત્યારે દિલ્લી અને પંજાબ માં આપ ની સરકાર હોવાથી ત્યાં વીજળી મફત આપવામાં આવી રહી છે.જેથી આપ દ્વારા ગુજરાત માં પણ મફત વીજળી સસ્તી વીજળી મળી રહે તેવી માગ સાથે ભાજપ સરકાર સામે વિરોધ કરી વિરોધ નોંધાવી રહી છે.

ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આપ દ્વારા મફત વીજળી તેમજ સસ્તી વીજળી મળી રહે તેવી માંગ સાથે આજે ડીસાના સાંઈબાબા સર્કલ પાસેથી ગાંધીજીના બાવલા સુધી મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં આપ ના કાર્યકર્તા હાજર રહ્યા હતા.સાંઈબાબા સર્કલથી આપ ના કાર્યકર્તા દ્વારા મસાલ રેલી નિકાળી તે દરમિયાન પોલીસ નો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો.આપ ના કાર્યકર્તા દ્વારા નિકાળેલી મસાલ રેલી ને અટકાવી હતી.સરકાર સામે વિરોધ નોંધાવતા અટકાવ્યા હતા.તમામ આપ ના કાર્યકર્તા ની અટકાયત કરવામાં આવી હતી..

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!