જાનવી જીગ્નેશભાઈ મહેતા છેલ્લા 14-15 વર્ષથી યોગ સાથે સંકળાયેલ છે. તેઓ 1st ઇન્ટરનેશનલ યોગ બ્રાંડ એમ્બેસેડર અને વર્લ્ડ યોગ ચેમ્પિયન છે. આ યોગના ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 9 વખત ચાઇના, મલેશિયા, સાઉથ કોરીયા જેવા વિવિધ દેશમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે અને અનેક ગોલ્ડ મેડલ, સીલ્વર મેડલ્સ તેમજ ધણા બધા એવોર્ડ જીત્યા. બેઇજીંગ, શેનઝેન જેવા દેશોમાં ઇન્ટરનેશનલ લેવલએ 3 ગોલ્ડ મેડલ જીતી દેશની શાન વધારી. ત્યાર બાદ સાઉથ કોરીયા ખાતે 31માં ઇન્ટરનેશનલ હ્યુમન (હેલ્થ એન્ડ બ્યુટી) ઓલમ્પિક2019માં 20 દેશો વચ્ચે ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યુ.
આમ ધણા બધા એવોર્ડ જીત્યા છે જેમાં આ સિદ્ધિને ધ્યાને લઇ ગુજરાત સરકાર તરફથી જયદીપસિહજી એવોર્ડ આપવામાં આવ્યો છે, ચાઈના અને મલેશિયામાંથી બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. રબ્બર બેન્ડ ગર્લ તરીકે ઓળખાતી, ભાવનગરનુ ધરેણુ સમાન અને ભારત દેશનું ગૌરવ વધારનાર દીકરી જાનવી જીગ્નેશભાઈ મહેતાએ આ યોગમાં વર્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે અને જાનવીને મીસ ગુજરાત, મીસ યોગીની ઓફ ઇન્ડિયા, મીસ યોગીની ઓફ વર્ડ, મહર્ષિ કૈવલ્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડ જેવા ખિતાબો પોતાના નામે કર્યા. યોગ એસોશીએશનના brand ambassador પણ બનાવામાં આવેલ. આ સિધ્ધીઓ બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ રૂબરૂ મુલાકાત કરી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી.