ચિત્રાસણી પાસે આવેલ શિવધારા વોટરપાર્કમાં લાઈટ ન હોવાથી પર્યટકોએ પૈસા પરત માંગવા બબાલ સર્જાઈ

- Advertisement -
Share

પાલનપુરના ચિત્રાસણી પાસે આવેલ શિવધારા વોટરપાર્કમાં લાઈટ(વીજપુરવઠો) ન હોવાથી પર્યટકોએ પૈસા પરત માંગવા પર્યટકો અને સિક્યુરિટી વચ્ચે બોલાચાલી કરી હોબાળો મચાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચિત્રાસણી ખાતે આવેલ શિવધારા વોટરપાર્કમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી પર્યટકો પોતાના પરિવાર સાથે મઝા માણવા આવતા હોય છે. ત્યારે આજે વોટરપાર્કમાં મોટી સંખ્યામાં પર્યટકો આવ્યા હતા અને આજે વોટરપાર્કમાં અચાનક લાઇટ જતી રહી હતી.
લાઈટ જતા પર્યટકો આજે રોષે ભરાયા હતા અને વોટરપાર્કના સંચાલકોની મનમાની ચલાવી રહ્યા હોવાની પર્યટકો આક્ષેપ કર્યા હતા. જે બાદ પર્યટકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થઈ હતી.પર્યટકો પૈસા પરત આપવાની માંગ સાથે પર્યટકોએ હોબાળો મચાવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!