ડીસામાં સ્લેબ તૂટતાં ગાય 20 ફૂટ ઉંડી ગટરમાં ખાબકતાં દોડધામ

- Advertisement -
Share

3 કલાકની ભારે જહેમત બાદ ગાયને સહી-સલામત બહાર નીકાળી

 

ડીસાના ગુલબાણીનગર વિસ્તારમાં શનિવારે ગટરનું સ્લેબ તૂટતાં ગાય 20 ફૂટ અંદર ગટરમાં ખાબકી હતી.
સ્થાનિક લોકો, જીવદયાપ્રેમીઓ અને નગરપાલિકાની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જયારે 3 કલાકની ભારે જહેમત બાદ ગાયને રેસ્કયુ કરી બચાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલા ગુલબાણીનગર વિસ્તારમાં પસાર થતી ગટરલાઇન પર બનાવેલ સ્લેમ શનિવારે અચાનક ધરાશાયી થતાં ગાય ખાબકી હતી.
અને ઘટનાસ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલીક નગરપાલિકાની ટીમ અને જીવદયાપ્રેમીઓને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જયારે 3 કલાકની ભારે જહેમત બાદ ગાયને રેસ્કયુ કરી બચાવી લેવાઇ હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!