ભાભરમાં સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કરતા વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ મોતને વાલુ કર્યું

- Advertisement -
Share

ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને શિક્ષક અને છાત્રોએ છેડતી કરી વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી આ વીડિયો વાયરલ કરવાની ધમકી બાદ ટેન્શનમાં રહેતી વિદ્યાર્થીનીએ દસ દિવસ અગાઉ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

જે બાદ પરિવાર સાથે આત્મવિલોપન કરવાની વિદ્યાર્થિનીના કાકાએ ચીમકી ઉચ્ચારતા જે બાદ પોલીસે ફરિયાદ લીધી હતી ફરિયાદ લીધા બાદ વિદ્યાર્થીના મોતના દસ દિવસ બાદ શિક્ષકની ધરપકડ કરાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ પર દિનપ્રતિદિન અત્યાચાર વધી રહ્યા છે આવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં વધુ એક સામે આવે છે ભાભર ખાતે આવેલ રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને આજથી એક વર્ષ અગાઉ સ્કૂલમાં તેના શિક્ષક અને છાત્રોએ છેડતી કરી વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી.
વિડીયો વાયરલ કરવાની ધમકી બાદ યુવતી શારીરિક રીતે ટેન્શનમાં રહેતી હતી આ ઘટના બાદ યુવતીએ દસ દિવસ અગાઉ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ ઘટનાને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને પોતાની દીકરીને ન્યાય મળે અને આરોપીને સજા થાય તેરી માંગ સાથે જ્યોતિના કાકાએ પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચિમકી આપી જે બાદ પોલીસ દ્વારા આ યુવતીના પરિવારની ફરિયાદ પોલીસે લીધી હતી. જે બાદ પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!