અમીરગઢના ચેખલાના પાટીયા નજીક ટ્રક હાઇવે પરથી 20 ફૂટ નીચે ટ્રક ખાડામાં ખાબકી : ડ્રાઇવરનો આબાદ બચાવ

- Advertisement -
Share

ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર નીકાળી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો

 

અમીરગઢ તાલુકાના ચેખલાના પાટીયા નજીક મંગળવારે નેશનલ હાઇવે નં. 27 પરથી રાજસ્થાન તરફથી એક ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
જેમાં ટ્રક હાઇવે રોડ ઉપરથી 20 ફૂટ નીચે પલ્ટી મારતાં ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દોડી પહોંચી ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર નીકાળી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અકસ્માતના કારણે એક બાદ એક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
મંગળવારે અમીરગઢ તાલુકાના ચેખલાના પાટીયા નજીક રાજસ્થાન તરફથી એક ટ્રક પૂરઝડપે આવી રહી હતી.

 

તે દરમિયાન ચેખલાના પાટીયા નજીક ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રક બેકાબુ બની હાઇવેના રોડ પરથી 20 ફૂટ નીચે પલ્ટી ખાઇ ગઇ હતી.

 

જો કે, અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અકસ્માત સર્જાતા જ દોડી પહોંચ્યા હતા.
ઇજાગ્રસ્ત ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર નીકળી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રકને ક્રેન દ્વારા ઉભી કરવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!