એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા કોરોના લોકડાઉનના કારણે ગામડાના એવા પરિવારો કે જેમને બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે એવા પરિવારોને સર્વે કરીને એમને રાશન કીટ આપવાનું આયોજન કર્યું. રાશન કિટમાં ચોખા, ઘઉંનો લોટ, મગદાલ, ચણા દાળ, ખાંડ, મમરા, મરચું, હળદર, ગોળ, તેલ, મીઠું, બટાકા, બિસ્કીટ વગેરે જે 4 વ્યક્તિના પરિવાર ને એકાદ મહિનો ચાલે એટલું માત્રામાં રાશન કીટ બનાવામાં આવી અને ત્યારબાદ તે રાશન કિટો વજન માં ભારે હોવાથી તેને ગામડાનાં સર્વે કરેલા પરિવારના ઘર આંગણા સુધી પહોચાડવામાં આવી રહી છે. સંસ્થાના પ્રમુખ પારસભાઈ સોનીના જણાવ્યા મુજબ અત્યાર સુધી 6 દિવસમાં કુલ 20 ગામડામાં ખરેખર જરૂરિયાતમંદ, વૃદ્ધો કે જેમની આવકનો સ્ત્રોત કંઇક નથી અથવા એમના સંતાનો એમને સાચવતા નહિ એવા 200 થી વધુ પરિવારોને રાશન કીટ વિતરણ થઇ છે.
મીડિયા દ્વારા આ સેવાની જાણ થતાં લોકો સ્વયંભૂ સહયોગ આપી રહ્યા છે. મોડી રાત સુધી કીટ પેકિંગ, દિવસે તેનું વિતરણ કાર્ય અને પોતાનું રાશન પહોંચાડવા માટે પોતાના વાહન પણ લોકો સેવા કાર્યમાં આપી લોકો હર્ષથી ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે એમના ઘરે દિવાળીના તહેવાર દરમિયાન બંને સમય વયવસ્થીત ભોજન બનાવીને ખાઈ શકે તે હેતુ થી કોવીડ-૧૯ રિલીફ કાર્ય-રાશન કીટ વિતરણ થયું રહ્યું છે.