બનાસકાંઠામાં કોરોના વાયરસની ફરી એન્ટ્રી : ડીસામાં યુવકને કોરોના પોઝીટીવ કેસ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

લાંબા વિરામ બાદ ફરી બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસની એન્ટ્રી થતાં લોકોમાં ભય

 

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલ સિંધી કોલોની વિસ્તારમાં એક 18 વર્ષિય યુવક મુંબઇથી ડીસા આવ્યો હતો અને તેને કોરોના શંકાસ્પદ રીપોર્ટ કરાવતાં શુક્રવારે કોરોના પોઝીટીવ આવતાં સિંધી કોલોની વિસ્તારમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ચૂકી છે અને સમગ્ર દેશમાં કોરોનાના એક પછી એક કેસ સામે આવી રહ્યા છે.
અને ખાસ કરીને ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે શુક્રવારે બનાસકાંઠા જીલ્લામાં ફરી કોરોનાનો એક પાઝીટીવ કેસ સામે આવ્યો છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આવેલ સિંધી કોલોની વિસ્તારમાં રહેતાં એક 18 વર્ષિય યશ જગદીશભાઇ ત્રિવેદી મુંબઇથી પોતાના ઘરે ડીસા સિંધી કોલોનીમાં આવ્યો હતો અને તેને ડીસા સિવિલ હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ રીપોર્ટ કરાવ્યો હતો.

અને તે રીપોર્ટ શુક્રવારે પોઝીટીવ આવતાં આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે અને કોરોના પોઝીટીવ દર્દીના ઘરે આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે પરંતુ ફરી બનાસકાંઠા જીલ્લામાં કોરોનાની એન્ટ્રી થતાં લોકોમાં હાલ ભયનો માહોલ છવાયો છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!