VIDEO: પાલનપુરમાં એક્ટિવા સવાર માતા-પુત્રને ટેન્કરે ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે કરુણ મોત, CCTVમાં કેદ ઘટના

- Advertisement -
Share

ટેન્કર ચાલકે બેદરકારીભર્યું ડ્રાઈવીંગ કરી એક્ટિવાને ટક્કર મારી

 

બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ પાટિયા પાસે આજે જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. પુત્રને સ્કૂલેથી લઈ માતા ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે જ ટ્રકચાલકે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. હચમચાવી નાખતા અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી.

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે જે અકસ્માતની ઘટના બની છે તેમાં માતા-પુત્રના મોત નિપજ્યા છે. પુત્ર કલ્પને સ્કૂલેથી તેડી માતા રેણુકાબેન જોશી એક્ટિવા પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતા.
આ સમયે ગઠામણ પાટિયા પર પાછળથી આવેલા કાળમુખા ટેન્કરે ટક્કર મારતા માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે સર્જાયેલી અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. એક્ટિવા સવાર માતા-પુત્ર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવી રહેલા ટેન્કર ચાલકે બેદરકારીભર્યું ડ્રાઈવીંગ કરી એક્ટિવાને ટક્કર મારી હતી.

 

જેના કારણે માતા-પુત્ર નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ઘટનાસ્થળ પર દોડી આવેલા પરિવારજનો આક્રંદ કરતા જોવા મળ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના નામ:

રેણુકાબેન મિલનકુમાર રાવળ

કલ્પ મિલનકુમાર રાવળ

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!