ડીસાના જૂનાડીસામાં પ્લોટ બાબતે વૃદ્વ મહીલા ઉપર હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

 

ડીસાના જૂનાડીસા ગામમાં એક વૃદ્ધ મહીલાને 4 શખ્સો દ્વારા અવાર-નવાર પ્લોટની માંગણી કરી હેરાન-પરેશાન કરતા હતા.
ત્યારે તેમના પાડોશી દ્વારા વૃદ્ધ મહીલા પાસે પ્લોટની માંગણી કરતાં વૃદ્ધ મહીલાએ પ્લોટ આપવાની ના કહેતાં પાડોશી શખ્સ દ્વારા વૃદ્ધ મહીલાને માર મારતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં સામાન્ય બોલાચાલી અને મારામારીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.

 

ત્યારે સોમવારે એક વધુ મારામારીની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના જૂનાડીસામાં રહેતાં દરિયાબેન સીકંદરખાન સિંધી તેમના પતિનું આજથી 6 વર્ષ અગાઉ મોત થયું હતું અને હાલ દરિયાબેન સિંધી એકલા રહે છે.

 

તેમની પાસે પ્લોટ હોવાથી અવાર-નવાર તેમના પાડોશમાં રહેતાં રાહુલ ફકીર, નુરભાઇ ફકીર, ભીખાભાઇ નુરભાઇ ફકીર અને પીરાભાઇ નુરભાઇ ફકીર આ તમામ વૃદ્ધ મહીલા દરિયાબેન સિંધીને કહેતા કે, તારે હવે
આગળ પાછળ કોઇ નથી એટલે તું આ પ્લોટ આપી દે ત્યારે આ વૃદ્ધ મહીલા દરિયાબેન સિંધી ના કહેતાં રાહુલ ફકીર નામના શખ્સ દ્વારા વૃદ્ધ મહીલા દરિયાબેનને પ્લોટ આપી દેવા બાબતે કહેતાં વૃદ્ધ મહીલા
દરિયાબેને ના કહેતાં રાહુલ ફકીર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને વૃદ્ધ મહીલાને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને ગડદા પાટુ માર માર્યો હતો.

 

પરંતુ વૃદ્ધ મહીલા પ્લોટ આપવા માટે તૈયાર થયેલ નહીં. જે બાદ રાહુલ ફકીર નામનો શખ્સ ત્યાંથી જતાં કહેતો ગયો કે, આજે તો બચી ગયા પરંતુ હવે ઘાટ આવશે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો.

 

જ્યારે બીજા અન્ય 3 શખ્સો નુરભાઇ ફકીર, ભીખાભાઇ નુરભાઇ ફકીર અને પીરાભાઇ નુરભાઇ ફકીર આ તમામ વૃદ્ધ મહીલા દરિયાબેન સિંધીને અવાર-નવાર પ્લોટ બાબતે અપશબ્દો બોલી પ્લોટ આપી દે તેમ કહી હેરાન-પરેશાન કરતા હતા.
આ અંગે વૃદ્ધ મહીલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!