ડીસામાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં 3 યુવકો ગંભીર

- Advertisement -
Share

ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

 

ડીસાના દીપક હોટલ નજીક બુધવારે રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર 3 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

ડીસા તાલુકામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મોટાભાગે ડીસામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.

ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોને લઇ હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જ એક વધુ અકસ્માત બુધવારે રાત્રે ડીસાના દીપક હોટલ નજીક સર્જાયો હતો.

જેમાં ડીસાના નેશનલ હાઇવે પર આવેલ દીપક હોટલ નજીક બાઇક નં. GJ-08-BK-3450 પર સવાર 3 યુવકો જઇ રહ્યા હતા.

 

તે દરમિયાન સામેથી આવી રહેલ ટ્રક નં. RJ-52-GB-2664 સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર 3 યુવકો રોડ પર પટકાતાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે ડીસા ઉત્તર પોલીસ પણ પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!