વાવના દૈયપ, મીઠાવીચારણ અને મીઠાવીરાણા ગામમાં પીવાના પાણીની તંગીથી લોકો ત્રાહીમામ્‌

- Advertisement -
Share

વહીવટદાર દ્વારા વાવ મામલતદારને લેખિત રજૂઆત કરાઇ : પશુઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે

 

વાવ તાલુકાના છેવાડાના દૈયપ, મીઠાવીચારણ અને મીઠાવીરાણા ગામમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતાં લોકો ત્રાહીમામ્‌ પોકારી ઉઠયા છે. પશુઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે.

વાવના સરહદી દૈયપ, મીઠાવીચારણ અને મીઠાવીરાણા ગામમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવતું નથી. જેને ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રઝળપાટ કરવી પડી રહી છે.

 

પૂરતું પાણી ન આવતું હોઇ પશુઓના હવાડા પણ ખાલી પડેલ હોઇ પશુઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે.

 

જેને લઇ દૈયપ ગૃપ ગ્રામ પંચાયતના વહીવટદાર સુનિલભાઇ ત્રિવેદીએ વાવ મામલતદારને લેખિત રજૂઆત કરી સત્વરે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!