ડીસાના ડોલીવાસથી નદીના પટ સુધી રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત : 33 લાખના ખર્ચે બનશે સી.સી.રોડ

- Advertisement -
Share

ડીસામાં સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારા માટે ડીસાના ડોલિવાસથી નદીના પટ સુધી લોકોને નવો રોડ મળી રહે તે હેતુથી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાના હસ્તે ડીસાના ડોલીવાસથી નદીના તટ સુધી 33 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુર્હત કરાયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં કોઈ મોટી સમસ્યા હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા. ડીસાના બનાસ નદી પર 70 વર્ષ જૂનો ઓવરબ્રિજ ડેમેજ થતાં સમારકામ ચાલી રહ્યું છે અને તેના પરથી પસાર થતો વાહન વ્યવહાર અન્ય બ્રિજ પર ડાયવર્ટ કરવાથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે વારે ઘડીએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ જ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને વાહનચાલકો પણ ઉગ્ર માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે બંધ પડેલા ઓવરબ્રિજને તેનું સમારકામ ઝડપી પૂર્ણ કરી ચાલુ કરવામાં આવે.
તો ટ્રાફિકની સમસ્યામાંથી થોડી ઘણી રાહત થઇ શકે તેમ છે. પરંતુ દિવસેને દિવસે સર્જાતા ટ્રાફીક જામ અને નિવારણ માટે ડીસાના ધારાસભ્ય તેમજ ડીસાના વહીવટીતંત્ર દ્વારા નદીના પટમાં રસ્તો બનાવી ટ્રાફિકમાંથી છુટકારો મળી શકે તેવું આયોજન કરવામાં આવી છે પરંતુ ટ્રાફિકનું નિવારણના જગ્યાએ ભારે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે.

ત્યારે થોડા દિવસ અગાઉ પણ નદીમાંથી અન્ય એક રોડનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ ગતરોજ ડીસાના ડોલીવાસ વિસ્તારથી નદીના પટ્ટમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ડીસાથી માલગઢ અવરજવર કરતા લોકોને નવો રોડ મળી રહે તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તેના માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા તેમજ પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર તેમજ કૈલાશભાઈ વકીલ તેમજ રાજુભાઈ બજરંગ અને નગરપાલિકાના તમામ સભ્યો અને કર્મચારીઓ હાજર રહી ડીસાના ડોલીવાસ વિસ્તારથી નદીના પટ સુધી તે 33 લાખના ખર્ચે સી.સી.રોડનું ખાત્મુહ્ર્ત કરવામાં આવ્યું હતું.
આ સીસી રોડ 6 મીટર પહોળો તેમજ 678 મીટર લાંબો રોડ બનાવવામાં આવશે. જેથી ડીસાથી માલગઢ અવરજવર કરતાં લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે અને આ રોડના ખાતમુહૂર્તમાં ડોલીવાસના આજુબાજુના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાને રોડના ખાતમુહૂર્ત પ્રસંગે તમામ લોકોએ ખુબ ખુબ આભાર માન્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!