થરાદ કેનાલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવી, 30 કલાક બાદ જતા માતાની લાશ મળી

- Advertisement -
Share

થરાદ પાસેથી નર્મદાની મુખ્ય કેનાલમાં અવાર મવાર લાશ મળવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે માતા પુત્રીએ કેનાલમાં જંપલાવી આત્મહત્યા કરી હતી. જેમાં ગત રોજ પુત્રીની કેનાલમાંથી લાશ મળી આવી હતી ત્યારે આજે માતાની કેનાલમાંથી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અવારનવાર લાશો મળવાના બનાવો સામે આવ્યા છે કેનાલમાં અનેક લોકોએ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાના બનાવો સામે આવતા હોય છે.
ગઇકાલે પણ બે બાળકોની માતા કેસરીબેન વાદી થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં તેની પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું જે બાદ સ્થાનિક લોકો દ્વારા માતા-પુત્રીને કેનાલમાં ઝંપલાવતા જતા સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓ માટે કેનાલમાં ઝંપલાવનાર માતા-પુત્રીની કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી.
ગઈકાલે 15 કલાક બાદ પૃથ્વીની કેનાલમાંથી લાશ મળી આવી હતી જ્યારે આજે 30 કલાક બાદ માતાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે બે બાળકોની માતા કેસરીબેન વાદીના મોતથી હાલ પરિવારમાં માતમ છવાયો ઘટનાની જાણ થતા થરાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાંથી મૃતદેહને બહાર કઢાવી થરાદ ખાતે પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!