બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર 2 અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોને સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં પાલનપુર થી આબુ રોડ વચ્ચે બે અલગ અલગ જગ્યાએ અકસ્માતો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરથી આબુ રોડ તરફ જઈ રહેલા એક ઈનોવા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે ઇનોવા અમીરગઢ બાલારામ બ્રિજના ડિવાઇડર સાથે અથડાઈ હતી.

[google_ad]

 

ગાડીમાં સવાર 5 વ્યક્તિઓ પૈકીના 3 વ્યક્તિઓ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને એલ એન્ડ ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. એલ એન્ડ ટી વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

 

બીજી તરફ ગઈકાલ રાત્રિના સમયમાં અમીરગઢ બ્રિજ પર બે ટ્રકો વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર તરફથી આબુરોડ જઈ રહેલા ટ્રકને પાછળના ટ્રકે ટક્કર મારી હતી. જેમાં એક ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે અમીરગઢ પોલીસ અને એલ એન્ડ ટી વિભાગ ઘટના સ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!