પાલનપુરમાં મુખ્યમંત્રીની હાજરીમાં આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ : જાણો કયા વિષયો પર થઇ ચર્ચા

- Advertisement -
Share

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ. જેમાં મુખ્યમંત્રીએ પાલનપુર શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા,

 

 

 

વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ, રસીકરણની સ્થિતિ – આયોજન સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

 

 

મુખ્યમંત્રીએ આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ‘મારું ગામ કોરોનામુકત ગામ’ અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટી તંત્ર અને ગામલોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર-CCCC અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.

 

 

બેઠકમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયા અને કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા ભાજપા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કેલાસનાથન,

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, જિલ્લાના પ્રભારી સચિવ વિજય નહેરા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, રેન્જ આઇ.જી જે.આર.મોરથલીયા, જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પરથીભાઇ ચૌધરી સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!