ડીસામાં નગરપાલિકાની મંજૂરી વગર શોપિંગ કોમ્પલેક્ષમાં કામ શરૂ કરતાં માલિકને મનાઇ હુકમ આપ્યો

- Advertisement -
Share

ડીસા નગરપાલિકા દ્વારા અગાઉ 3 વખત નોટીસ ફટકારી : શોપિંગ કોમ્પલેક્ષના માલિક દ્વારા નોટીસનો કોઇ જ પ્રકારનો પ્રત્યુત્તર જવાબ ન આપ્યો

 

ડીસાના લાઠી બજારમાં શોપિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. જેમાં શોપિંગ કોમ્પલેક્ષના માલિકે નગરપાલિકામાં મંજૂરી મેળવી છે કે નહી તે અંગે નગરપાલિકાએ 3 વખત નોટીસ ફટકારી હતી.
જો કે, શોપિંગ કોમ્પલેક્ષના માલિકે કોઇ નગરપાલિકામાં પ્રત્યુત્તર જવાબ ન આપતાં આખરે ડીસા નગરપાલિકાના દબાણ શાખાના અધિકારીએ શોપિંગ કોમ્પલેક્ષમાં ચાલી રહેલા કામ પર મનાઇ હુકમ આપ્યો હતો.

ડીસાના લાઠી બજાર વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં ચાલી રહેલા કામ પર નગરપાલિકા દ્વારા મનાઇ હુકમ આપવામાં આવ્યો છે.

લાઠી બજારથી હરીઓમ શાળા તરફ જતાં વ્હોળામાં એકતા એજન્સીની બાજુમાં શોપિંગ સેન્ટરનું બાંધકામ કામ ચાલી રહ્યું છે.
આ કામકાજ શરૂ કરતાં પહેલાં શોપિંગ કોમ્પલેક્ષના માલિક દ્વારા મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં તે અંગે ડીસા નગરપાલિકા દ્વારા અગાઉ 3 વખત નોટીસ ફટકારવામાં આવી હતી અને નોટીસ ફટકાર્યાં બાદ શોપિંગ
કોમ્પલેક્ષના માલિકને પોતાનો જવાબ રજૂ કરવા માટે નગરપાલિકા કચેરી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ શોપિંગ કોમ્પલેક્ષના માલિક દ્વારા આ નોટીસનો કોઇ જ પ્રકારનો પ્રત્યુત્તર જવાબ આપવામાં ન આવતાં
શનિવારે ડીસા નગરપાલિકાના દબાણ શાખાના અધિકારી મનોજભાઇ પટેલ અને સંદીપભાઇએ ચાલી રહેલા બાંધકામને તાત્કાલીક અસરથી બંધ કરી દેવાનો મનાઇ હુકમ આપ્યો છે. આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસરનો સંપર્ક કરતાં તેમણે પોતે બહાર હોવાનું જણાવ્યુ હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!