ડીસામાં ઇકો ગાડીમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ : મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો ચલાવી આગને કાબૂમાં લીધી

ડીસાના શિવનગર રોડ પર શનિવારે બપોરે અચાનક ઇકો ગાડી ગરમ થતાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.
જ્યારે તાત્કાલીક ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે.
ત્યારે શનિવારે વધુ એક ડીસામાં ઇકો ગાડીમાં આગ લાગતાં લોકોમાં અફડા-તફડી મચી ગઇ હતી. ડીસાના શ્રમજીવી વિસ્તારમાં આવેલ શિવનગર રોડ પર ઇકો ગાડી નં. GJ-08-AU-4401 વાળી શિવનગર રોડથી બજાર તરફ જઇ રહી હતી.
તે દરમિયાન અચાનક ઇકો ગાડી ગરમ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ઇકો ગાડીમાં અચાનક આગ લાગતાં ઘટનાસ્થળે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.
જ્યારે તાત્કાલીક ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ઇકો ગાડીના ચાલકે સમય સૂચકતા વાપરતાં મોટી જાનહાની ટળી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!