ડીસામાં અકસ્માત સર્જાયેલ કારની તપાસ કરતા પોલીસે કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો : બે શખ્સો ફરાર

Share

ડીસા તાલુકા પોલીસની ટીમ સોમવારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે આખોલ ગામ નજીક ઓવરબ્રિજ પર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતાં કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસે કારમાં તપાસ હાથ ધરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

 

[google_ad]

જ્યારે એક શખ્સની અટકાયત કરાઇ હતી અને બે શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા કાર, વિદેશી દારૂની બોટલ નંગ-393 અને મોબાઇલ ફોન નંગ-2 એમ કુલ કિંમત રૂ. 7,05,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકા પોલીસ સ્ટાફના માણસો સોમવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ડીસા તાલુકાના આખોલ ગામ નજીક ઓવરબ્રિજ ખાતે આવી કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં તપાસ હાથ ધરતાં વિદેશી દારૂ સાથે દિનેશકુમાર ચતરારામ વિશ્નોઇ (રહે. સેસાવા, થાના ચીતરવાના, તા. ચિતરવાના, જીલ્લા-ઝાલોર-રાજસ્થાન) વાળાને ઝડપી પાડ્યો હતો.

Advt

[google_ad]

જ્યારે પોલીસે મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા કાર નં. GJ-08-BH-0002 કિંમત રૂ.5,00,000 વાળીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-393, કિંમત રૂ. 1,95,500 અને મોબાઇલ ફોન નંગ-2, કિંમત રૂ. 10,000 એમ કુલ કિંમત રૂ. 7,05,500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

 

[google_ad]

જ્યારે મનોજ ઉર્ફે મુન્નો હીરારામ ઉર્ફે હરિરામ વિશ્નોઇ (રહે. કબૂલી, તા. ધોરીમન્ના, જીલ્લો-બાડમેર-રાજસ્થાન) અને કૈલાશ વિશ્નોઇ (ધાયલ) (રહે. કબૂલી, તા. ધોરીમન્ના, જીલ્લો-બાડમેર-રાજસ્થાન) વાળાઓ નાસી છૂટ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share