પાલનપુરના મોરીયા નજીક ભૂતેડીના પૂર્વ સરપંચ ઉપર 3 શખ્સોએ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

કારમાં આવેલા ભૂતેડી ગામના જ 3 શખ્સોએ બાઇક આંતરી લોખંડની પાઇપ-ધોકાથી પૂર્વ સરપંચ હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

 

પાલનપુર તાલુકાના ભૂતેડી ગામના પૂર્વ સરપંચ ગુરૂવારે મોડી સાંજે પાલનપુરથી ગામમાં જઇ રહ્યા હતા. ત્યારે મોરીયા નજીક કારમાં આવેલા 3 શખ્સોએ તેમનું બાઇક આંતરી લોખંડની પાઇપ-ધોકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે તેમણે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ભૂતેડીના પૂર્વ સરપંચ મહેશભાઇ કાનજીભાઇ પ્રજાપતિ ગુરૂવારે સાડા નવ વાગ્યે પોતાનું બાઇક નં. GJ-08-AB-7235 લઇ પાલનપુરથી ભૂતેડી જઇ રહ્યા હતા.
ત્યારે એક કાર ચાલકે મોરીયા નવોદય સ્કૂલથી દેલવાડા પાટીયા તરફ જવા રોડ ઉપર બાઇકની ઓવર ટેઇક કરી દેલવાડા પાટીયા પહેલાં ઉભી રાખી હતી.

જેમાંથી ઉતરેલા ભૂતેડીના રોહીતભાઇ ડાહ્યાભાઇ ચૌહાણ અને બીજા 2 શખ્સોએ કંઇપણ કહ્યા વગર લોખંડની પાઇપ અને ધોકા વડે હુમલો કરતાં મહેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
જ્યારે બાઇકની પણ ધોકાથી તોડફોડ કરી હતી. હુમલા વખતે તેમના હાથમાંનો મોબાઇલ અને રૂ. 10,000 રોકડા ઝપાઝપીમાં કાઢી લીધા હતા.

 

જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત મહેશભાઇ એક બાઇક ચાલકની મદદ લઇ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ અંગે તેમણે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!