ડીસામાં મુખ્યમંત્રીને આગમનને લઇ તંત્ર એલર્ટ

- Advertisement -
Share

આખોલ મોટી ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ પાણીના પ્રોજેકટનું ગુજરાતના મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

 

બનાસકાંઠા જીલ્લામાં ડીસા તાલુકાના આખોલ મોટી ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ પાણીના પ્રોજેકટનું ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે.

જેના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લાના વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે આ ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા, બનાસકાંઠા

જીલ્લા કલેક્ટર આનંદ પટેલ, બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, બનાસકાંઠા જીલ્લા મહામંત્રી કૈલાશભાઇ ગેલોત, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર અને ડીસા ડી.વાય.એસ.પી. કૌશલભાઇ ઓઝા સહીતના અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

જેમાં ચાલતા કામો અને કાયદો વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે આખોલ મોટીના તાલુકા સદસ્ય ભરતભાઇ ધુંખે જણાવ્યું હતું કે, ‘નલ સે જલ યોજનામાં પાણીના પ્રોજેકટનું ગુરુવારે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.

જેના થકી આજુબાજુના લોકોને પાણીની વિકટ સમસ્યા દૂર થશે. જે બાદ ગુજરાતના મુખ્યમંત્રી ડીસાના વાડી રોડમાં બનાવેલ અતિ આધુનિક મુક્તિધામની મુલાકાત લેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લેશે. જ્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં ગુજરાતના મુખ્યમંત્રી મુલાકાતે આવી રહ્યા છે. જેને લઇને હાલ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.’

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!