ડીસામાં જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા મામલતદાર કચેરી ખાતે કુંડાનું વિતરણ કરાયું

- Advertisement -
Share

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ અલગ-અલગ સંગઠન દ્વારા પક્ષીઓને ઉનાળાના સમયમાં પાણી લઈને કુંડાનું વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આજરોજ સમગ્ર જિલ્લામાં પાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ આજરોજ ડીસાના મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા બર્ડ ફીડર ચકલી ઘર વગેરેનું કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર, સભ્ય જગદીશભાઈ માળી, હરેશભાઈ ભાટીયા, વિપુલભાઈ જોષી હિતેશભાઈ માળી વગેરે હાજર રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!