પાલનપુરના બાલારામ નજીક ગાયને બચાવા જતા ઘઉં ભરેલ ટ્રક પલ્ટી મારતા 42 ટન ઘઉં વેરાયા

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના બાલારામ નજીક આજે ભારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘઉં ભરેલી ટ્રકના ચાલકે ગાયને બચાવવા જતાં સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી મારી હતી. જેમાં ટ્રકમાં ભરેલ 42 ટન ઘઉં રોડ પર વેરાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકાના બાલારામ નજીક હાઇવે પર એક ઘઉં ભરેલ ટ્રક MPથી કંડલા ખાતે જતી અચાનક હાઇવે પર ગાય આવી જતા ટ્રકના ચાલકે ગાયને બચાવવા જતા સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટ્રક હાઇવે રોડ પર પલ્ટી મારી હતી. ટ્રક પલ્ટી ખાતા ટ્રકમાં ભરેલ 42 ટન ઘઉં રોડ પર વેરાયા હતાં. જોકે, અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમય સૂચકતા અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!