બનાસકાંઠામાં 1000 ખેડૂતોએ કળશ પૂજન કરી જળ આંદોલનનું રણશિંગુ ફૂકયું : કળશ 125 ગામોમાં ફરશે

- Advertisement -
Share

98 હેક્ટરમાં ફેલાયેલા વડગામ તાલુકાના કરમાવદ તળાવ ભરવાની માંગ ઉઠી છે અને આજથી જળ આંદોલન શરૂ થયું છે વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતોએ આજે કળશ પૂજન કરી અને જળ આંદોલન છેડયું છે.

 

છેલ્લા 30 વર્ષથી આ તળાવ ભરવાની માંગ છે પરંતુ રાજકારણના આટાપાટામાં અટવાયેલું આ તળાવ સરોવર તરીકે ઓળખાતું હતું અને જો આ તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાના 100 ઉપરાંત ગામડાઓને સિંચાઈના પાણીનો લાભ મળી શકે તેમ છે ત્યારે આજે વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ અને મહિલાઓએ કરમાવદ તળાવ ખાતે ભૂમિ પૂજન અને કળશ પૂજન કરી કળશમાં તળાવની માટી લઈ અને જળ માટે આંદોલનનો કળશ ગામે ગામ ફરશે.

વડગામ તાલુકાના કરમાવદ તળાવ ભરવાની માંગણી ઉઠી છે વડગામને પાલનપુર તાલુકાના ખેડૂતોની બેઠક બાદ તળાવ ભરવા માટે આંદોલનની રણનીતિ તૈયાર કરાઈ છે છેલ્લા 30 વર્ષથી ખેડૂતો આ તળાવ કરવાની માંગ કરી રહ્યા છે.

પરંતુ ખેડૂતોની અને વડગામ તાલુકાની પ્રજાની કોઇપણ વાત ધ્યાને લેવામાં આવી નથી ત્યારે જો કરમાવદ તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાનાં 100 ઉપરાંત ગામોને પાણીનો લાભ મળી શકે તેમ છે જેથી કરમાવદ તળાવ ભરવાની માંગણી પ્રબળ બની છે.

98 એકરમાં ફેલાયેલું કરમાવદ તળાવ અગાઉના સમયમાં સરોવર તરીકે ઓળખાતું હતું અને આ સરોવરમાં પહેલા પાણીથી ભરેલું રહેતું ત્યારે ધાનધાર પંથક તરીકે ઓળખાતા વડગામ તાલુકાની આ તળાવને લીધે જાહોજલાલી હતી પરંતુ સમય જતા વરસાદી પાણીમાં ઘટાડો થયો અને તળાવ સુકાઈ જતા ખેડુતોને સિંચાઈના પ્રશ્નો ઉભા થયા છે.

છેલ્લા 30 વર્ષથી વડગામ અને પાલનપુરના ખેડૂતોની માંગ છે કે ઘરમાં તળાવને ભરવામાં આવે અગાઉ મલાણા તળાવ ભરવા માટે આંદોલન થઈ ચૂક્યા છે ત્યારે આ 100 ગામડાને કરમાવદ તળાવ ભરવાથી ફાયદો થાય તેમ છે જેથી ખેડૂતો હવે જળ આંદોલનના માર્ગે પણ જશે.

 

વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા છે 1000થી 1400 ફૂટ સુધી પણ પાણી નથી ત્યારે સિંચાઈનો મોટો પ્રશ્ન છે પીવાના પાણીનો પ્રશ્ન પણ વિકટ છે અને કરમાવદ તળાવ ભરાય તો આ પ્રશ્નો મહદઅંશે હલ થઇ શકે છે તેથી હવે ખેડૂતોની માંગણી છે કે સરકાર નર્મદાના નીરથી આ તળાવને ભરે જેથી ખેડૂતોને ફાયદો થાય અને જો આ તળાવમાં પાણી નાખવામાં નહિ આવે તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં જળ આંદોલન થશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!