ડીસામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નાયબ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, ધારાસભ્ય સહીત અન્ય જોડાયા

- Advertisement -
Share

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે ખાસ કરીને બનાસ બ્રિજ પર થતા વારંવાર ટ્રાફિકના કારણે લોકોએ કલાકો સુધી હેરાન થવું પડે છે જેથી આ ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ માટે આજે ડીસાના નાયબ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

 

ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે તો બીજી તરફ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓના કારણે પણ અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા છે ત્યારે વારંવાર ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોના પગલે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.

 

જેના પગલે આજે ડીસા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક લોકો વારંવાર જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના નિકાલ માટે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ડીસાના નેશનલ હાઈવે પર જે પ્રમાણે રોજે રોજ કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે.
તેમાં વાહનચાલકો અને વિદ્યાર્થીઓ કલાકો સુધી રહે છે જેના કારણે તેઓ હોય વારંવાર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, નાયબ કલેકટર, ડીસા પોલીસ અધિક્ષક ડો.કુશાલ ઓઝા, નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, નગર પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી,તાલુકા પોલીસ પી.આઇ, ઉત્તર પોલીસ પી આઈ સહિત નેશનલ હાઈ-વે ઓથોરેટીના અધિકારીઓ હાજર રહી બેઠક યોજી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!