થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે ગુજરાતમાંથી અનેક લોકો આબુ ફરવા માટે જતા હોય છે. આ દરમિયાન દારૂ પીને કે દારૂ સાથે કોઇ ગુજરાતની અંદર ન પ્રવેશે એ માટે રાજસ્થાન સાથે જોડતી બનાસકાંઠાની બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા થર્ટી ફર્સ્ટમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે તમામ ગાડીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
અમીરગઢ ચેકપોસ્ટ પર થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. ચેકપોસ્ટ પરથી પસાર થતાં નાના-મોટા તમામ વાહનોનું ઝીણવટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા અને શંકાસ્પદ લાગતા વાહન ચાલકોની ફોટો આઇડીની નોંધ કરી પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે.
From – Banaskantha Update