બનાસકાંઠાના પાંથાવાડા પોલીસે રોયલ્ટીની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ફેલ્સપાર ભરેલુ ટ્રેલર ઝડપ્યું

- Advertisement -
Share

પાંથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન રોયલ્ટી પાસ વગર ફેલ્સપાર ભરેલું ટ્રેલર ઝડપ્યું હતું જેમાં ડ્રાઈવર પાસે રાજસ્થાનથી આબુરોડ માલ ઉતારવાની રોયલ્ટી સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવાનું માલુમ પડ્યું હતું.

 

 

બીજી તરફ ફેલ્સપાર પણ મોરબી લઇ જવાતું હોવાનું ખુલ્યું હતું ફેલ્સપારનો ઉપયોગ સિરામિક ઉદ્યોગ માટે કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે આશરે 30 લાખ રૂપિયા જેટલી કિંમતનું ફેલ્સ પાર ભરેલી ટ્રેલર ઝડપી પાંથાવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

પાંથાવાડા પોલીસ દ્વારા બનાસકાંઠા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગને પણ કાયદાકીય પગલાં લેવા માટે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો ગત તારીખ 02/03/2021 ના સવારમાં 7:30 મિનિટે પાંથાવાડા પોલીસે વાહનચેકિંગ દરમિયાન ગુંદરી ચેકપોસ્ટ પરથી ટ્રેલર નંબર RJ-52-GA-3515 બિનઅધિકૃત ફેલ્સપાર ભરેલું ટ્રેલર ઝડપી લીધૂ હતું અને ડ્રાઇવર દિનેશ નાથુલાલ બૈરવાને ઝડપી લઇ ટ્રેલરને પાંથાવાડા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું હતું તેમજ આગળની તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!