લોદ્રાણીમાં 28 દિવસથી પાણીની વિકટ સમસ્યા, પાણીનું ટેન્કર આવતાં પાણી ભરવા ગ્રામજનોની પડાપડી

- Advertisement -
Share

જિલ્લાનો સરહદી રણ કાધીને અડીને આવેલા વાવના અંરિયાળ ગામોમાં દિવસેને દિવસે પીવાના પાણીની વિકટ સમસ્યાઓ ઉભી થઇ છે. લોદ્રાણી ગામે પીવાના પાણીની સમસ્યાને લઇ પાણીનું ટેન્કર આવતાં ગ્રામજનો પાણી ભરવા પડાપડી કરી રહ્યા છે. વાવ તાલુકાના લોદ્રાણી ગામે છેલ્લા 28 દિવસથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી. ઉનાળાની ગરમીમાં પાણીનો વપરાશ વધુ હોઇ પાણી ઓછું મળતું હોવાની બુમરાડ ઉઠી છે.
જ્યારે પાણીનું ટેન્કર ગામમાં આવે છે ત્યારે ગ્રામજનો પાણી માટે પડાપડી કરી રહ્યા છે. જ્યારે એક ગ્રામજન તો બળદ ગાડામાં પાણીની ટાંકી મુકી ભરીને લઇ જઇ રહ્યો છે. લોદ્રાણી ગામના શ્રવણભાઈ મણવરે જણાવ્યું હતું કે ‘અમારા ગામની અંદાજે 2 હજારની વસ્તી છે, અંદાજે 7 હજાર પશુધન છે, હાલ નાના બે ટેન્કર પાણીના આવે છે. જ્યારે ટેન્કર આવે ત્યારે લોકો પાણી માટે પડાપડી કરે છે અને લોકો વચ્ચે ઘર્ષણ થાય છે.
પાણી તો પહોંચે છે પણ પૂરતું પાણી ન મળતું હોવાની લોકોની રજુઆતને લઈ લોદ્રાણી ગામે 2 ટેન્કર, ચતરપુરામાં 1 ટેન્કર, લાપડીયામાં આંતર દિવસે 1 ટેન્કર દ્વારા પાણી અપાઇ રહ્યું છે. નાળોદર ગામે પણ જરૂરત હોઇ 1 ટેન્કર પાણી આપવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!