ડીસામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

- Advertisement -
Share

 

સમગ્ર વિશ્વ બંધારણના ઘડવૈયા તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકરને માને છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં દલિત સેનાના આગેવાનો દ્વારા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગુરૂવારે વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી.

 

 

બનાસકાંઠા જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઠેર-ઠેર ઉજવણી કરાઇ હતી.

 

 

જ્યારે આજે એવું કહીએ તો પણ ચાલે કે, ગુજરાત નહીં કે ભારત નહી પણ આખું વિશ્વ ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.

 

 

ત્યારે ડીસામાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગુરૂવારે ડી.જે.ના તાલ સાથે આંબેડકર ચોકથી નીકળીને ફૂવારા સર્કલ, બગીચા વિસ્તાર અને દીપક હોટલ સહીત ડીસાના વિવિધ જાહેર માર્ગોમાં ફરી હતી.

 

 

જ્યારે જય ભીમ નારા સાથે સમગ્ર ડીસા ગુંજી ઉઠયું હતું. જ્યારે આ શોભાયાત્રામાં દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!