ડીસા માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ તમાકુની 50 હજાર બોરીની આવક

- Advertisement -
Share

ડીસા માર્કેટયાર્ડમાં સોમવારથી તમાકુની જાહેર હરાજીનો શુભારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે જ 50 હજાર બોરીની આવક નોંધાઇ હતી અને પ્રતિ મણ તમાકુનો ભાવ 1400થી 1800 રૂપિયા નોંધાયો. ડીસા સહિત આસપાસના વિસ્તારમાં તમાકુનું વાવેતર વધતાં ઉત્પાદનમાં પણ વધારો થઇ રહ્યો છે. ડીસા સહિત બનાસકાંઠાના ખેડૂતોને અગાઉ તમાકુના વેચાણ માટે ઉનાવા સુધી લાબું થવું પડતું હતું અને તેની સાથે સાથે ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સાથે સમયની પણ બરબાદી થતી હતી.

 

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરના મુખ્ય માર્કેટયાર્ડમાં ખેડૂતોને પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ચેરમેન માવજીભાઈ દેસાઈ, સેક્રેટરી એ.એન.જોષી સહિત સંચાલક મંડળ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સોમવારથી ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીનો શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે જ ડીસામાં 50 હજાર બોરી તમાકુની આવક નોંધાઇ હતી તેમજ પ્રતિ મણ તમાકુનો ભાવ 1400થી 1800 રૂપિયા નોંધાયો હતો.

 

ડીસા યાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, ‘ડીસા ઉપરાંત આસપાસના તાલુકાના ખેડૂતો પણ તમાકુ વેચવા માટે ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યાં છે તેમજ ખેડૂતોને પોતાના માલના રોકડા નાણાં, સાચો તોલ અને પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.’

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!