ડીસામાં આઇ.પી.એલ. મેચનો સટ્ટો રમતાં 2 શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

 

ડીસામાં દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે આઇ.પી.એલ. મેચ ઉપર સટ્ટો રમતાં 2 શખ્સોને ઝડપી પાડયા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે 2 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં આવેલી સોમનાથ ટાઉનશીપ સોસાયટીમાં રહેતો એક શખ્સ મોબાઇલ ઉપર આઇ.પી.એલ. મેચનો સટ્ટો રમાડી રહ્યો હતો.

 

તે દરમિયાન ખાનગી બાતમીના આધારે દક્ષિણ પોલીસે ડીસાના ભણશાલી રોડ ઉપર જાહેરમાં મોબાઇલ ઉપર મેચમાં હાર-જીતનો જુગાર રમાડનારને ઝડપી પાડયો હતો.

 

જ્યારે મોબાઇલમાં તપાસ કરતાં મોબાઇલમાં સિલ્વર 444 બેટ નામની આઇ.ડી. જણાઇ હતી.  મોબાઇલ સહીત રૂ. 5,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!