ડીસામાં જૂની પેન્શન ચાલુ કરવા માટે વર્ગ-3 ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-3 ના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે શુક્રવારે વિરોધ નોંધાવ્યો હતો. મામલતદાર કચેરીના વર્ગ-3 ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

 

સમગ્ર ગુજરાતમાં વર્ગ-3 ના કર્મચારીઓને જૂની પેન્શન યોજના બંધ કરી દેતાં સમગ્ર ગુજરાતમાં વર્ગ-3 ના કર્મચારીઓમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.

 

 

ત્યારે બીજી તરફ પંજાબ અને રાજસ્થાનમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવી છે. જેથી પણ વર્ગ-3 ના ફરજ બજાવતા કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે ઉગ્ર માંગ કરી રહ્યા છે.

 

 

 

ત્યારે શુક્રવારે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલ મામલતદાર કચેરીમાં વર્ગ-3 ના કર્મચારીઓએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે ઉગ્ર માંગ કરાઇ હતી અને જો સરકાર દ્વારા વર્ગ-3 ના કર્મચારીઓને જૂની પેન્શન યોજના ચાલુ નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

 

હવે જોવાનું એ રહ્યું કે, ‘સરકાર દ્વારા વર્ગ-3 ના કર્મચારીઓની પડતર માંગણી સ્વીકારે છે કે કેમ કે, પછી ગુજરાતમાં ફરી એક નવું આંદોલન છેડાશે. તે તો આવનારો સમય બતાવશે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!