ભાભરના ખારામાં એક જ સમાજના બે જૂથો વચ્ચે જૂની અદાવતને લઇ જીવલેણ હુમલો, 6 લોકો ઘાયલ

- Advertisement -
Share

ભાભરના ખારા ગામમાં એક જ સમાજના 2 જૂથો વચ્ચે જૂની અદાવતને લઈને હુમલો થયો. હુમલામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે ભાભર રેફરલ ખાતે ખસેડાયા હતા આ ઘટનાના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ ખારા ગામે એક જ સમાજના 2 જૂથો વચ્ચે જૂની અદાવતને લઇને આજે હુમલો થયો હતો ટ્રેક્ટર ભરીને આવેલ ટોળાએ લાકડી ધોકા વડે હુમલો કરતાં 6 લોકોને ઇજા થવા પામી હતી.
આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ભાભર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તે તાત્કાલિક 6 ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ પોલીસે હુમલો કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!