ડીસાના ભોપાનગર વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

ડીસાના ભોપાનગર વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડી રહયા હોવાની બાતમી મળતા પોલીસે બાતમીના આધારે ભોપાનગર વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી.

 

બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા જુગાર ધારા નાબૂત કરવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસા પાટણ હાઇવે પર આવેલ ભોપાનગર વિસ્તારમાં ડીસા દક્ષિણ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ડીસા દક્ષિણ પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે ભોપાનગર ચોકી પાસે દિનેશજી બાબુજી ઠાકોરના ઘર આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમાડી રમી રહ્યા છે.

 

ત્યારે ડીસા દક્ષિણ પોલીસનો સ્ટાફ બાતમી વાળી જગ્યા પર જઈ તપાસ કરતા પાંચ શખ્સો ગોળ કુંડાળું કરી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા. જે બાદ પોલિસે કોર્ડન કરી તમામ પાંચ શખ્સોને કુલ રૂ.6,580ના મુદામાલ સાથે તમામને ઝડપી પાડી જુગાર ધારા એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

ઝડપાયેલા આરોપી :-

(1)દિનેશ બાબુજી ઠાકોર રહે.ભોપાનગર ઠાકોરવાસ ભોપાનગર ચોકીની બાજુમાં, ડીસા
(2)વિનોદ પ્રહલાદભાઈ શ્રીમાળી રહે.ભોપાનગર હનુમાનજીની ગલીમાં, ડીસા
(3)ભરત ભીખાજી ઠાકોર.રહે.ભોપાનગર હનુમાનજીની ગલીમાં, ડીસા
(4)પ્રવીણ માયારામ ઠાકોર રહે.ભોપાનગર હનુમાનજીની ગલીમાં, ડીસા
(5)કાનજી દશરથજી ઠાકોર.રહે.ભોપાનગર હનુમાનજીની ગલીમાં, ડીસા

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!