દિયોદરમાં અપૂરતી વીજળીને લઇ ખેડૂતો 4 દિવસથી ધરણાં પર ઉતર્યાં : કોંગ્રેસના ધારાસભ્યે સમર્થન આપ્યું

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં આવેલ વખા ગામમાં દિયોદર સહીત આજુબાજુના વિસ્તારના ખેડૂતો અપૂરતી વીજળીને લઇને છેલ્લા 4 દિવસથી ધરણાં પર ઉતર્યાં છે.

 

 

જયારે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ ન સ્વીકારતાં ખેડૂતો દ્વારા અલગ-અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોના સમર્થનમાં શનિવારે દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા પણ ખેડૂતોને સમર્થન આપ્યું હતું.

 

 

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને કોઇ તકલીફ હોય તો તે છે અપૂરતી વીજળી છેલ્લા કેટલાંક સમયથી ખેડૂતોને અપૂરતી વીજળી મળવાના કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો સરકાર સામે અલગ-અલગ વિરોધ પ્રદર્શન કરી કાર્યક્રમો કરી રહ્યા છે.

 

 

ત્યારે બનાસકાંઠા જીલ્લાના દિયોદર વખામાં પણ છેલ્લા 4 દિવસથી ખેડૂતો સરકાર વિરોધ અલગ-અલગ કાર્યક્રમો કરી પૂરતી વીજળી મળી રહે તે માટે ધરણાં પર ઉતર્યાં છે.

 

 

ખેડૂતોની માંગણી સરકાર દ્વારા ન સ્વીકારતાં આખરે હવે ખેડૂત આગેવાનો અને નેતાઓ ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા પણ ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા હતા. એક કિલોમીટરની પદયાત્રા કરી ઢોલ વગાડતાં દિયોદર વખા ખાતે ધરણાં પર ઉતરેલા ખેડૂતો પાસે પહોંચ્યા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!