હિંદુ યુવા સંગઠન ડીસા-રાજપુર જોડે આવેલ સરયુનગર શાળામાં મધ્યાહન ભોજન ચાલુ કરાવ્યું

- Advertisement -
Share

આ અંગે સંગઠન પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, સંગઠનમાં સાથી મિત્ર એવા ભાવેશભાઈ ગેલોતનો ફોન આવ્યો હતો કે સરયુનગર જુનાડીસા સરકારી સ્કૂલમાં મધ્યાહન ભોજન બંધ છે. નાના ભૂલકાઓને જમવામાં પડતી મુશ્કેલી નિવારવામાં કઈ મદદ થાય તો કરો.

જેથી અમે આજે સરયુનગરની શાળામાં ગયા હતા અને આચાર્યને મળી હકીકત જાણી હતી તો જણાવ્યું હતું કે કોરોના સમયથી સરકારની M.D.M યોજના ન મળવાથી બાળકોને મધ્યાહન ભોજન બંધ છે જેથી અમે જવાબદારી લઈને સરકારની યોજના ચાલુ ન થાય ત્યાં શુધી બાળકોને જમવાની મેનુ પ્રમાણેની તમામ વ્યવસ્થા સંગઠન દ્વારા કરી આપશું.

અમે એમની જોડે અઠવાડિયાનું મેનુ તૈયાર કરાવી તાત્કાલિક એક મહિના સુધીની કરિયાણું લઈને આપ્યું અને જરૂરિયાત પ્રમાણે એમને જાણ કરે જેથી આગળ પણ કરિયાણું મોકલી આપશે.

આજે કરિયાણું લાવતા સમય નાં અભાવે બાળકોને નાસ્તા માટે ભાવેશભાઈના ઘરે મેગી બનાવરાવી નાના ભૂલકાઓને પીરસાઈ હતી. મેગીનું નામ સાંભળી બાળકોનાં મોઢે સ્મિત જોવા મળ્યું હતું આ જોઈ હાજર સૌ ખુશ થયા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!