સરકારે વાવના કોંગ્રેસના મહીલા ધારાસભ્યની માંગને સ્વીકારી : મહીલા ધારાસભ્યોની ગ્રાન્ટમાં રૂ. 1.25 કરોડનો વધારો કર્યો

- Advertisement -
Share

 

ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં કોંગ્રેસના મહીલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના પ્રવચનમાં મહીલા દિવસની શુભેચ્છા સાથે તમામ મહીલા ધારાસભ્યો માટે રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંત્રી પૂર્ણશ મોદી પાસે માંગી લીધી હતી.

 

 

નીતિનભાઇ પટેલની જેમ મહીલા ધારાસભ્યોને પૂર્ણશ મોદી ધારાસભ્યોને નારાજ ન કરે તેવી અપીલ પણ ગૃહમાં કરી લીધી હતી. ત્યારે હવે સરકારે ગેનીબેન ઠાકોરની માંગને સ્વીકારી હોય તેમ મહીલા ધારાસભ્યોની ગ્રાન્ટમાં રૂ. 1.25 કરોડનો વધારો કર્યો છે.

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ધારાસભ્યોને પોતાના મત વિસ્તારના વિકાસ માટે રૂ. 7.50 કરોડની ગ્રાન્ટ મળતી હતી. પરંતુ હવે મહીલા ધારાસભ્યોને રૂ. 8.75 કરોડની ગ્રાન્ટ મળશે.’

 

કેબિનેટ મંત્રી પૂર્ણશ મોદીએ વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના નેતાઓને જવાબ આપ્યો હતો કે, અહીંયા વારંવાર સંઘ અને ગોડસેનું નામ લેવામાં આવે છે. ગોડસે સાથે અમારે કોઈ સબંધ નથી.

 

ઇતિહાસ જોઇ લે સંઘ દેશભક્તો પેદા કરે છે. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં નરેન્દ્ર મોદીની વિદેશ નીતિના કારણે ભારતીય વિદ્યાર્થીઓ સલામત પાછા ફરી રહ્યા છે. વિશ્વના બીજા દેશોની નજર ભારતની વિદેશ નીતિ તરફ મંડાયેલી છે.

 

આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ‘દેશમાં પ્રથમ ત્રાસવાદી નથુરામ ગોડસે હતો. તમારે લાવવો હોય તો એવો પ્રસ્તાવ લાવો કે દેશનો પ્રથમ ત્રાસવાદી ગોડસે હતો.

 

શિક્ષણમંત્રી હ્યુમન ડેવલોપમેન્ટમાં પ્રથમ હોવાની વાત કરે છે પણ આંકડા અને રીપોર્ટ કહે છે કે, ગુજરાત અવ્વલ નંબરે નથી. આ આંકડા કોંગ્રેસના નથી. ભાજપની કેન્દ્ર સરકારે આપ્યા છે. લઇ આવો ભારતીય બાળકોને યુક્રેનમાંથી રાજીવ ગાંધીએ શ્રીલંકામાં શાંતિ સેના મોકલી હતી.’

 

મહીલા દિવસે જ કોંગ્રેસના મહીલા ધારાસભ્યે વિધાનસભામાં બળાપો કાઢ્યો હતો. રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયાએ જણાવ્યું હતું કે, ‘સરકારે મહીલા બાળ કલ્યાણ સમિતિ બનાવવી જોઇએ.

 

જેમાં મહીલા ધારાસભ્ય રાખવા જોઇએ. મહીલા દિવસે મહીલાઓની વાતો થાય છે. તમે બેટી બચાવો, બેટી પઢાઓની વાતો કરો છો, સુરતની સ્થિતિ જુઓ, ધોળા દિવસે બળાત્કાર થાય છે.

 

સરકારના પેટનું પાણી હાલતું નથી. 2007 માં મારી રક્ષા માટે રક્ષણ માંગ્યું હતું હજુ સુધી આપ્યું નથી. 3 ટર્મથી ધારાસભ્ય છું. મહીલાની સુરક્ષા જળવાતી નથી એટલે મહીલા તરીકે ગૃહમંત્રીનું રાજીનામું માંગુ છું.’

 

ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં કોંગ્રેસના મહીલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના પ્રવચનમાં મહીલા દિવસની શુભેચ્છા સાથે તમામ મહીલા ધારાસભ્યો માટે રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંત્રી પૂર્ણશ મોદી પાસે માંગી લીધી હતી.

 

નીતિનભાઇ પટેલની જેમ મહીલા ધારાસભ્યોને પૂર્ણશ મોદી ધારાસભ્યોને નારાજ ન કરે તેવી અપીલ પણ ગૃહમાં કરી લીધી હતી. આ તબક્કે તેમણે વિધાનસભા ગૃહમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં જ્યારે પણ

 

મહીલા અત્યાચારની ઘટના બને ત્યારે ભોગ બનેલી મહીલાના સમર્થનમાં તમામ ધારાસભ્યોએ એકજૂથ થઇ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ મંગળવારે વિધાનસભામાં થાય તેવી અપીલ કરી હતી.’

 

આ તબક્કે તેમણે પૂર્વ નાણાં મંત્રી નીતિનભાઇ પટેલના નામનો ઉલ્લેખ કરીને વિધાનસભામાં વાત મૂકી હતી કે, ગત વિધાનસભાના બજેટ સત્રમાં નીતિનભાઇ પટેલે મહીલા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ મહીલા ધારાસભ્યોને રૂ. 1.25 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.

 

પ્રવચન દરમિયાન ગેનીબેને ગૃહને માહીતગાર કરતાં જણાવ્યું હતું કે, ‘અમારા પક્ષના ધારાસભ્ય પ્રતાપભાઇ અને રઘુભાઇ દેસાઇએ મહીલાઓને યથા શક્તિ ભેટ આપી મહીલાઓનું સન્માન કર્યું છે.

 

પ્રતાપ દુધાતએ બહેનોને સાડી અને રઘુભાઇએ ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓને સુંદર પેન આપી સન્માનિત કર્યાં હોવાનો ઉલ્લેખ કોંગ્રેસના મહીલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યો હતો.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!