એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : વાસ્મોનો મેનેજર અને પટ્ટાવાળો લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

 

ભાવનગર શહેરના સરદારનગર સ્થિત પાણી પુરવઠા વિભાગમાં કરાર આધારીત ફરજ બજાવતા એક મેનેજર અને પટ્ટાવાળો ફરિયાદી પાસેથી રૂ. 35,000 ની લાંચ લેતાં જામનગર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી પાડયા છે.

 

 

ગઇકાલે મહુવા તાલુકા પંચાયત કચેરીમાં એક ક્લાર્ક લાંચ લેતાં ભાવનગર એ.સી.બી. ની ટીમે ઝડપી પાડયો હતો. આ સમાચાર હજું તાજા જ છે ત્યાં શુક્રવારે ભાવનગરના સરદારનગર વિસ્તારમાં આવેલ વાસ્મો-પાણી પુરવઠા વિભાગની ઓફીસમાં 11 માસના કરાર આધારે “વાસ્મો” માં મેનેજર અને ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર તરીકે વધારાનો હવાલો

 

સંભાળતાં વિપુલ મધુસૂદન પટેલ (ઉં.વ.આ. 41) અને અહીં જ પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા પ્રકાશ પરસોત્તમભાઇ રાઠોડ (ઉં.વ.આ. 42) (રહે. રજપૂત વાડ, સુભાષનગર) ને રૂ. 35,000 ની લાંચ લેતાં એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડયા છે.

 

બંને કર્મચારીઓએ એક વ્યક્તિ પાસે વોટર વિભાગના કામ મંજૂરી માટે રૂ. 35,000 ની લાંચ માંગી હતી. આથી ફરિયાદીએ જામનગર અને દેવભૂમિ દ્વારકા એ.સી.બી. ની ટીમને જાણ કરતાં બંને ટીમોએ શહેરના સરદારનગર મ્યુનિ. શોપિંગ સેન્ટર સ્થિત વાસ્મોની ઓફીસે છટકું ગોઠવ્યું હતું.

 

જેમાં ફરિયાદીએ પ્લાન મુજબ પાવડરવાળી ચલણી નોટના બંડલ મેનેજર વિપુલ પટેલ અને પ્રકાશ રાઠોડને આપતાં જામનગર એ.સી.બી.ના ડી.વાય.એસ.પી. એ.પી. જાડેજા અને ટીમે બંને લાંચીયા કર્મીઓને આબાદ રંગેહાથ ઝડપી પાડયા હતા.

 

વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ લાંચીયા કર્મીઓએ રૂ. 13 લાખનું કામ મંજૂર કરાવ્યું છે. હાલ જામનગર-દ્વારકા એ.સી.બી. ની ટીમોએ આરોપીઓને ઉઠાવી તપાસ હાથ ધરી છે. સતત બીજા દિવસે એ.સી.બી. ટ્રેપ થતાં લાંચીયા અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!