ડીસાના વાસણા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ દીવાલો પર અક્ષર જ્ઞાનનું પેઇન્ટીંગ કર્યું : બાળકો દીવાલોના માધ્યથી ઝડપથી શિક્ષણ મેળવી રહ્યા છે

- Advertisement -
Share

 

એક શાળા એવી કે જ્યાં દીવાલો શિક્ષકોની ભૂમિકા ભજવી રહી છે. બાળકોને શિક્ષકોની સાથે સાથે શાળાની દીવાલો પણ શિક્ષણ આપી રહી છે અને બાળકો આ દીવાલોના માધ્યમથી ઝડપથી શિક્ષણ મેળવી રહ્યા છે.

 

 

ડીસા તાલુકામાં આવેલા વાસણા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 13 વર્ષથી ડીપલબેન જશવંતલાલ પટેલ ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

 

 

આ શાળામાં અગાઉ બાળકોને અક્ષર જ્ઞાન શિખવવા માટે ડીપલબેન પટેલ દ્વારા કાગળ પર દોરેલા પેઇન્ટીંગનો ઉપયોગ કરવામાં આવતો હતો.

 

 

પરંતુ કાગળ પર દોરેલા પેઇન્ટીંગના લીધે કાગળો ફાટી જતાં હોવાથી વારંવાર આવા પેઇન્ટીંગ બનાવવાની ફરજ પડતી હતી.

 

 

જેથી ડીપલબેનને વિચાર આવ્યો કે શાળાની દીવાલો પર જ આ પેઇન્ટીંગ દોરી દેવા કે જેથી બાળકોને જ્યારે પણ સમય મળે અને નવરાશ મળે ત્યારે આ બાળકો અક્ષર જ્ઞાન દીવાલના માધ્યમથી મેળવી રહ્યા છે.

 

 

આ શાળામાં પ્રવેશ કરતાં શાળામાં આવેલી દીવાલો પર દોરેલા ચિત્રો જાણે બોલતાં હોય તેવો આભાસ થાય છે. આ દીવાલો અત્યાર સુધીમાં બાળકોને આંકડા અને અક્ષર જ્ઞાન શિખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે.

 

 

ત્યારે આ વિચાર જેમના મગજમાં આવ્યો તેવા ડીપલબેને દીવાલો પર ચિત્રકામ કરવા પાછળના આશય વિશે વધુ વિગતો આપી હતી.

 

શાળાની શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા આ સફળ પ્રયાસને પગલે બાળકો પણ ઝડપથી અક્ષર જ્ઞાન મેળવી રહ્યા છે અને શાળાની દીવાલો બાળકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહી હોવાનું શાળામાં અભ્યાસ કરતાં બાળકો પણ જણાવી રહ્યા છે.

 

વાસણા પ્રાથમિક શાળાની આ શિક્ષિકાએ કહેવતને સાર્થક કરી છે કે, ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ.’ જો દરેક શિક્ષક શિક્ષણ આપવા પ્રત્યે આટલો ઉત્સાહ દર્શાવે તો શિક્ષણનું પ્રમાણ ઉંચુ લાવી શકાય છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!